સતિ શુરા અને સંતજનો ની પાંચાલી ધરા માંથી એક તપસ્વી સુર્યવંશી રાજકુમાર દેહ દમન કરી દ્રઢ સંકલ્પ નું મનોબળ લઇ અંદર બાહ્ય ની યાત્રા અસિતત્વ વસ્ત્ર લઈને ભક્તિની રાહ પર નીકળ્યા છે જેનું પરિણામ એક બાલયોગી છે.આવી આરાધ્ય ભક્તિ માં તલ્લીન રહેતા તપસ્વી જીવન સફળતા ના દરવાજે લઇ જાય છે .આકાશવાણી જેવું મહામંત્ર નું વાક્ય "તારી ધારણા પૂરી થશે પરમાર્થ તને યોગ્ય અને શુદ્ધ પરિણામ આપે " થનગાનાટ વાળું જીવન પરમાર્થ ની દિશા તરફ આગળ વધે છે .પાંચાળ ભૂમિ થી ધરા સોરઠ ગિરનાર ક્ષેત્રે પરમાર્થ ના સર્વાંગી ઉડાન ભરવા લાગ્યું છે એ ઉડાન નું એક ખિલી રહેલું માનવ સંગાથી કમળ સુવાસ ફેલાવા લાગ્યું છે. આ માનવ સંગાથી કમલ ઉડાન ભરતુ ભરતુ દક્ષિણ ગુજરાત ના સુર્યપુર નગર લોકમાતા તાપી ના કિનારે સત્ય જ્યોત નો પ્રકાશ પ્રગટાવે છે .નિમિત્ત માત્ર નું નામ
" પ.પુ સદગુરુ સંત શ્રી લાલબાપા ની રામમઢી "
જેની પ્રવુતિઓ માનવતા ના દીવડાઓ માં દિવેલ પૂરવાનું ,નવી જ્યોત ફેલાવવાનું ,એના અજવાળે અજ્ઞાની ઓને અંધારા માંથી ઉલેચવાનું ,ઉજ્જડ ગૃહસ્થાશ્રમ ને નવપલ્લીત કરવાનું ,નિષ્ક્રિય વિદ્યાજગત ને નૂતન વૈવિધ્યતા સાથે અભ્યાસે ચડાવાનું ,દરિદ્ર નારાયણો ની ક્ષુધા-પુષ્પ ભજન-ભોજન અભિગમ થી સંતુષ્ઠ કરવાનું ,નવનિર્માણ સ્વપ્ન સાકાર દર્શન આ દરેક માનવ સુધી પહોંચે એવો આરાધ્ય ભક્તિ નો સંદેશ વિચારી ને વાંચશો .યોગ્યતા નો આદર કરશો. માનસિક તંદુરસ્તી ભરપેટ સંતુષ્ઠ થઈ સાચવજો ,માનવસેવા ,ગૌસેવા ,વૃક્ષસેવા ,પશુ -પક્ષી ની સેવા ,સ્થિર ગૃહસ્થાશ્રમ ની સેવા જેનાથી રામમઢી ગુરુ લાલગેબી ની જીવન ઘડતર ની મૂડી બની રહી છે . આવા માનવ જગત ની વચ્ચે સૂર્યપુત્રી તાપી તટ ના કિનારે અલૌકિક ધામના દર્શને પધારો ત્યારે સજ્જન સત્સંગી ઓને સાથે લાવજો. ૧૯૭૯ માં સ્થપાયેલી ચાર દશકાની સીંચેલી વટવૃક્ષની વડવાઈઓ પૂર્વજોનું સંભારણું બનતી ચાલી છે. પાંચાળી મહાપુરુષ "સંત લાલગેબી સાહેબ " લોકહૃદય માં સ્થપાઈ ભાવજગત ના અજવાળા પાથરે છે .