• રામમઢી આશ્રમ

    ગુણગાન એ ભગવાનના છે જે આપણા જીવનદાતા છે.

  • રામમઢી આશ્રમમાં આપનું સ્વાગત છે

    સાધક ની સાધના પથની ગતિ તેમજ સંત શ્રી મુળદાસબાપુ ની ગુરુ ઉપાસના.

  • ધ્યાન, ભજન અને કથા

    સમાજ અને સર્જનહાર (અસ્તિત્વ નો આધ્યાત્મિક માર્ગ).

રામમઢી વિશે

તાપી દક્ષિણ તટ સુરત ખાતે સ્થિત છે પરમ પૂજ્ય લાલબાપુ ની રામમઢી આશ્રમ. જ્યાં ભારત-સંત-રાષ્ટ્રપ્રેમનાં દર્શન થાય છે. ગુજરાતની ગરવી ધર્મસંગત સામાજિક વ્યવસ્થા, ગુરુજનોની નિષ્કામ, નિર્વિકાર આચાર સંહિતાનું દર્શન પણ અહીં થાય છે.

નયનરમ્ય કુદરતનાં ખોળે નિરંતર ચાલતી રામનામ અખંડ ધૂનના સ્વરથી સર્જાતા દિવ્ય વાતાવરણમાં જ્ઞાનામૃત, ગૌ-સેવા, માનવસેવા, વૃક્ષ સેવા, પક્ષી સેવા સહિતની તમામ સેવા સાથે નિરંતર ભોજન પ્રસાદ તો ખરો જ.

વૃદ્ધો માટે વિસામો તો બાળકોને ઉત્સાહ-પ્રોત્સાહન કરનારું છે. બહેનો-ગૃહિણીઓને સંયમ નિયમ જ્યારે યુવા જગતને વ્યસન મુક્તિનાં માર્ગે દોરનારું છે. યુવા દીકરીઓને જાગૃતિ અને ગૃહસ્થાશ્રમનાં આદર કરાવનારું છે  પરમ પૂજ્ય લાલગેબી ગુરુની પાઠશાળા (આશ્રમ).

સત્સંગ

સત્સંગ માં સજ્જનતા ના પવિત્ર ચરિત્રનું વર્ણન હોય છે. જે ચરિત્રો આપણા ચારિત્ર્ય સાથે સરખાવીને જીવન જીવવાની ગતિ પકડવાની હોય છે.મનોજગત ની મુસાફરી માં રજો ગુણ ,તજો ગુણ અને સત્ય ગુણ નો સાથ લેવો પડે છે.રજો ગુણ અને તજો ગુણ ને હળવાશ આપવા માટે સત્ય ગુણ ની સરળ વિચારધારા સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે.

ભજન

ભજન ભાવ જગત ની મુસાફરી છે.ભાવ સાચા અર્થ માં ભક્તિ છે.સ્વભાવ નું મૂલ્યાંકન વ્યવહારુ જગત માં આવશ્યક છે.સ્વભાવ દ્વારા માનવતા ને જીવતી રાખી શકાય છે.માનવતા દ્વારા રાષ્ટ્રપ્રેમ કેળવાતો રહે છે.ભવિષ્યના ભારતવર્ષ ના સ્વભાવને આત્મનિર્ભર ભૂમિકા પર લાવવું પડશે ,કારણકે ધારણાને ને જ ધર્મ કહે છે.પાલનદ્વારા ધર્મ પ્રગટી સામી વ્યકતિ સાથે વિચારોનું વિનિમય કરાવે છે.

ધ્યાન

ધ્યાન કીર્તન સાથે જોડાયેલું છે.સંકીર્તન દ્વારા યાદશક્તિ ,તાલબદ્ધતા ,સ્વર ની ભાવુકતા બધા મળી કીર્તન કરે છે અને એજ કીર્તન એકાગ્રતા થી વ્યવહારુ જગત માંથી છુટા પાડી આધ્યાત્મિક જગતમાં જોડી દે છે

કીર્તન

અખંડ "રામધૂન" (શાંતિપૂર્ણ મન અને હળવાશ માટે ૮ વર્ષથી ૨૪ * ૭ સતત પવિત્ર ભગવાન રામનું નામ ભજતા ).

પ્રેરણાત્મક કથા

The year is and launches the last of americas deep space probes and we dreams.
માણસ સારા ઉચ્ચારણોથી નહીં
પરંતુ સારા આચરણોથી મહાન થાય છે.
ધર્મનું કાર્ય માણસમાં અંદર જ ધરબાયેલી અજ્ઞાનતા અને વિકૃતિને શમન કરી દિવ્યતાને બહાર લાવવાનું જ હોઈ છે.
જી = જીવો હતાશા રહિત,
વ = વધો આત્મિક ગુણોથી,
ન = નમો મન-વચન અને કાયાથી.
શ્રધ્ધાથી કરેલું કાર્ય ઘણી વખત 'જ્ઞાન', ' શક્તિ' અને 'આવડત' ની મદદથી કરેલા કાર્ય કરતા પણ આગળ હોઈ છે.
ઈશ્વર સાથેના નિસ્વાર્થ, નિર્મળ અને નિષ્કપટ સંબંધની આંતરિક અનુભૂતિ એટલે પ્રાર્થના.
સેવાથી અહમ ઓગળે છે, નમ્રતાનો ગુણ આત્મસાત થાય છે, હદય કોમળ બને છે, ઉદારતાનો ગુણ વિકસિત થાય છે, વિચારોમાં નિર્મળતા આવે છે, જીવનમાં હળવાશ અનુભવાય છે, અનેક જીવોના હદયમાં સ્થાન મળે છે તેમજ પુણ્ય ઉપાર્જન થાય છે.