તાપી દક્ષિણ તટ સુરત ખાતે સ્થિત છે પરમ પૂજ્ય લાલબાપુ ની રામમઢી આશ્રમ. જ્યાં ભારત-સંત-રાષ્ટ્રપ્રેમનાં દર્શન થાય છે. ગુજરાતની ગરવી ધર્મસંગત સામાજિક વ્યવસ્થા, ગુરુજનોની નિષ્કામ, નિર્વિકાર આચાર સંહિતાનું દર્શન પણ અહીં થાય છે.
નયનરમ્ય કુદરતનાં ખોળે નિરંતર ચાલતી રામનામ અખંડ ધૂનના સ્વરથી સર્જાતા દિવ્ય વાતાવરણમાં જ્ઞાનામૃત, ગૌ-સેવા, માનવસેવા, વૃક્ષ સેવા, પક્ષી સેવા સહિતની તમામ સેવા સાથે નિરંતર ભોજન પ્રસાદ તો ખરો જ.
વૃદ્ધો માટે વિસામો તો બાળકોને ઉત્સાહ-પ્રોત્સાહન કરનારું છે. બહેનો-ગૃહિણીઓને સંયમ નિયમ જ્યારે યુવા જગતને વ્યસન મુક્તિનાં માર્ગે દોરનારું છે. યુવા દીકરીઓને જાગૃતિ અને ગૃહસ્થાશ્રમનાં આદર કરાવનારું છે પરમ પૂજ્ય લાલગેબી ગુરુની પાઠશાળા (આશ્રમ).